અમદાવાદના ધંધૂકા અને બોટાદના બરવાળામાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાં બરવાળા તાલુકાના 22 અને ધંધુકા તાલુકાના 10 લોકોના મોત થયા છે. કથિત લઠ્ઠાકાંડને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે અને લઠ્ઠાકાંડને લઈને તાબડતોબ SITની રચના કરવામાં આવી છે....અને આ SITની ટીમ લઠ્ઠાકાંડની તપાસ કરી રહી છે. કથિત લઠ્ઠાકાંડ મામલે 14 બુટલેગરો સામે અત્યાર સુધી ફરિયાદ નોંધવામાં આવી છે.